નવસારીના ગણદેવી નજીક હાઈવે પર આવેલ એંધલ ગામની સીમમાં રસ્તો ઓળંગતી ગણદેવા ગામની વૃધ્ધાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારત મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગણદેવીના પૂર્વપટ્ટીમાં આવેલા ગેરદેવા ગામે પારસી ફળિયામાં રહેતી અને મજુરીકામ કરતી વૃદ્ધા ઢેડકીબેન રમણભાઈ હળપતિ (ઉ.વ.૬૦) શનિવારે સાંજના સમયે ગણદેવી નજીક નેશનલ હાઈવે નંબર-૪૮ના એંધલ ગામના ડુંગરી ફળિયામાંથી રસ્તો ક્રોસ કરવા જતી હતી.
તે સમયે સુરતથી મુંબઈ તરફ જતા ટ્રેક પર પુરપાટ ઝડપથી આવતા અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા માથામાં અને છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને ચીખલીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો ચાલક વાહન સાથે ફરાર થયો હતો. બનાવ અંગે કાંતુભાઈ હળપતિએ ગણદેવી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application