ભૂકંપ પ્રભાવિત સૌથી વધુ તીવ્રતા ધરાવતા ઝોન-5માં આવતા કચ્છ જિલ્લાના ધરતીના પેટાળમાં ફરી હલચલ વધી રહી છે. જયારે રાત્રિના 7.52 વાગ્યે દુધઈથી 29 કિ.મી.ના અંતરે 4.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધરતી ધુ્રજી ઉઠી હતી. હજુ સવારે 10.20 વાગ્યે આ સ્થળની નજીક, દુધઈથી 18 કિ.મી.ના અંતરે 2.8નો ભૂકંપ નોંધાયો હતો. કચ્છમાં આટલી તીવ્રતાનો ભૂકંપ ગત તા.1 સપ્ટેમ્બરે દુધઈથી આ જ દિશામાં 15 કિ.મી.ના અંતરે 4.1ની તીવ્રતાનો નોંધાયો હતો.
પરંતુ તે જમીનની ઉપરી સપાટીએ હતો. જયારે આવેલ ધરતીકંપ જમીનથી 15 કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો છે. આ ઉપરાંત ગત ઓક્ટોબરમાં તા.13ના ખાવડા પાસે 2.7 અને રાપર પાસે 2.9નો ધરતીકંપ નોંધાયો હતો. ગુજરાતના આઈ.એસ.આર. અનુસાર ઈ.સ.2022માં કચ્છમાં કોઈ મોટો એટલે કે 4થી વધુ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો ન હતો, જ્યારે ઈ.સ.2023માં તા.30 જાન્યુઆરીએ દુધઈ પાસે 4.2, તા.17 મે’ના ખાવડાથી 39 કિ.મી.ના અંતરે 4.2 ,નો ભૂકંપ બાદ આજે ચોથો આટલી તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. કચ્છ સિવાય ગુજરાતમાં આટલી તીવ્રતાનો એકમાત્ર ભૂકંપ ચાલુ વર્ષમાં ઉત્તર ગુજરાતની સરહદે રાજસ્થાન વિસ્તારમાં નોંધાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500