Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડમાં વાહન ચેકિંગ દરમિયાન 51 દારૂના કેસ અને નશામાં વાહન ચલાવતા 16 ઝડપાયા

  • December 27, 2021 

વલસાડ જિલ્લા પોલીસે નાતાલ પર્વ અને તા.31 ડિસેમ્બરને ધ્યાને રાખીને સંઘ પ્રદેશથી આવતા વાહનોનું વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હાઇવે અને કોસ્ટલ હાઇવે ઉપર વાહન ચેકીંગની ડ્રાઈવ યોજી હતી અને એક જ રાતમાં 51 જેટલા દારૂના કેસ અને 16 જેટલા દારૂના નશામાં વાહન ચલાવતા ચાલકોને ઝડપી પાડયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ ડ્રાઈવ 1 જાન્યુઆરી સુધી હાથ ધરવામાં આવશે. જેમાં દારૂના નશામાં આવતા લોકોને ઝડપી ગુજરાતમાં દારૂ બંધીના કાયદાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વધુ કડકાઇથી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. જિલ્લામાં દારૂ બંધીનાં કાયદાનો કડક અમલવારી કરાવવામાં આવશે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી તેમજ મહારાષ્ટ્રમાં દારૂનો નશો કરી ગુજરાતમાં આવતા દારૂડીયાઓને પકડવા વલસાડ જિલ્લા પોલીસે તા.25 ડિસેમ્બરની રાત્રીથી શરૂઆત કરી દીધી છે અને વલસાડ પોલીસે એક જ રાતમાં 51 જેટલા દારૂના કેસ અને 16 જેટલા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસ કરવામાં આવ્યાં હતા.જોકે જિલ્લામાં આવેલા 13 પોલીસ મથકો ઉપર સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાઇવે અને કોસ્ટલ હાઇવે તેમજ પોલીસ મથક વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ ઉપર પોલીસ વિભાગ દ્વારા સ્પેશ્યલ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દારૂનો નશો કરીને આવતા લોકોને ઝડપી કાયદાના પાઠ ભણાવી રહ્યા છે. સંઘ પ્રદેશમાં દારૂનો નશો કરીને વલસાડ જિલ્લામાં પ્રવેશતાં લોકો સામે વલસાડ પોલીસે લાલ આંખ કરીને દારૂ બંધીનાં કાયદાનું ઉલ્લંઘન કરતા લોકોને કાયદાના પાઠ ભણાવવાની શરૂઆત કરી દીધી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application