Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મ્યાનમારમાં આવેલ શક્તિશાળી ‘મોચા’ ચક્રવાતને કારણે અનેક સ્થળોએ તબાહી મચી

  • May 17, 2023 

મ્યાનમારમાં ચક્રવાત મોચાએ તબાહી મચાવી છે. આ વિનાશક ચક્રવાતે બંદર શહેરોમાં ભારે તબાહી મચાવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 130 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે રાજધાની સિત્તવેના કેટલાક ભાગોમાં પણ પૂર આવ્યુ હતું. આ ચક્રવાતને કારણે અત્યાર સુધી 81 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો હજુ પણ લાપતા છે. મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ચક્રવાતને કારણે અનેક સ્થળોએ તબાહી મચાવી છે.






જેમાં લઘુમતી વસતી ધરાવતા બુ મા અને નજીકના ગામોમાં ઓછામાં ઓછા 46 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત રખાઈનની રાજધાની સિત્તવેની ઉત્તરે, રાથેદાઉંગ ટાઉનશીપના એક ગામમાં એક આશ્રમ તૂટી પડતાં તેર લોકોના મોત થયા હતા અને બાજુના ગામમાં એક મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. સ્થાનિક મીડિયાનાં જણાવ્યા અનુસાર, ચક્રવાત મોચા એક દાયકા કરતાં પણ વધુ સમયગાળામાં આ પ્રદેશમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી ચક્રવાત હતું. આ ચક્રવાતે ગામડાઓને તબાહ કરી નાખ્યા, વૃક્ષો જડમૂળમાંથી ઉખડી ગયા અને રખાઈન રાજ્યના મોટા ભાગના ગામમાં સપંર્ક ખોરવાઈ ગયો હતો. મધ્ય પૂર્વ એશિયાના દેશ યમન દ્વારા આ શક્તિશાળી તોફાનને 'મોચા' નામ આપવામાં આવ્યું છે.






મોચા યમનનું એક શહેર છે જેને મોચા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેર કોફીના વેપાર માટે જાણીતું છે. 'મોચા કોફી'નું નામ પણ આના પરથી રાખવામાં આવ્યું હતું. જયારે યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશ્યલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક પેનલના 13 સભ્ય દેશો આ ચક્રવાતના નામ આપે છે. આમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, માલદીવ, ઓમાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમન સામેલ છે. આ ક્ષેત્રમાં ઉદ્દભવેલા ચક્રવાતના નામ સામેલ દેશોને મૂળાક્ષરો પ્રમાણે નામ આપવામાં આવ્યા છે. જેમ Bમાંથી બાંગ્લાદેશ પ્રથમ આવે છે, તે પહેલા નામ સૂચવે છે, પછી ભારત અને ઈરાન અને બાકીનાં દેશો આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application