Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના કારણે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અધધ એરક્રાફ્ટ...

  • December 15, 2022 

અમદાવાદ એરપોર્ટ પહેલા કરતા વધુ ચાર્ટડ પ્લેનથી બિઝી છે. એક મહિનામાં 1164 ચાર્ટર્ડ એરક્રાફ્ટ અહીં આવ્યા છે અને આ વધારો સતત જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ એરક્રાફ્ટનું આવન જાવન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં વીવીઆઈપી સહિત પાંચ હજાર જેટલા ઉદ્યોગપતિઓએ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં મુસાફરી કરી છે. ચૂંટણી ગુજરાત વિધાનસભાની પૂર્ણ થયાને ગણતરીના જ દિવસો થયા છે ત્યારે એનઆરઆઈ સિઝન પણ અત્યારે ચાલી રહી છે આ ઉપરાંત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં શરુ થઈ ગયો છે જેથી વધુ ફ્લાઈટોની આવન જાવન જોવા મળશે. કોરોનામાં બહું ઓછી ફ્લાઈટ અને લોકોની આવન જાવન થતી હતી.




રોજના 32 હજાર લોકોની મુસાફરો

એર ટ્રાફિક કંટ્રોલરની લોગ બુક મુજબ 1164 ચાર્ટર્ડ એરક્રાફ્ટની મૂવમેન્ટ રેકોર્ડ નવેમ્બરથી ડીસેમ્બર મહિના દરમિયાન જોવા મળ્યો છે. તેમાં પણ દૈનિક મુસાફરોની અવરજવર બમણી થઈને 32,000 થઈ ગઈ છે. અગાઉ મુસાફરોની સંખ્યા પ્રતિદિન 18 થી 20 હજાર હતી. આ વિધાનસભા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોએ પહેલેથી જ સનદ બુક કરી લીધી હતી. એરપોર્ટે એક જ દિવસમાં 58 ચાર્ટર્ડ ફ્લાઇટ આવી હતી જે આટલી મોટી સંખ્યામાં ક્યારેય એક દિવસમાં જોવા નથી મળી.



પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 3 લાખ એનઆરઆઈ આવી રહ્યા છે

અમદાવાદમાં પીએમ મોદી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો આજે પ્રારંભ કરાવી રહ્યા છે. આજથી અમદાવાદમાં ભવ્ય રીતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સાવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે એક મહિનો સુધી ચાલનાર આ શતાબ્દી મહોત્સવમાં મળતી વિગતો અનુસાર 24 દેશના પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 3 લાખ એનઆરઆઈ આવી રહ્યા છે. જેથી વધુ એક મહિનો સુધી અમદાવાદ એરપોર્ટ સતત બીઝી રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application