તમિલનાડુમાં માંડુસ ચક્રવાતનાં કારણે હવાનો મિજાજ ફરી દક્ષિણ પૂર્વી થઈ ગયો છે આના કારણે મધ્ય પ્રદેશમાં હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે. સોમવારની સવારે રાજધાની ભોપાલમાં સામાન્ય વરસાદી છાંટા પડવાથી ત્યાંના તાપમાનમાં ઘટાડો આવ્યો છે જેનાથી ઠંડી વધી ગઈ છે. હવામાન વિભાગ અનુસાર, મંગળવારે પણ આકાશમાં વાદળ છવાયેલા રહેશે અને સામાન્ય છાંટા પડી શકે છે. રાજ્યના દક્ષિણી ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. જેના કારણે સમગ્ર પ્રદેશમાં દિવસના તાપમાનમાં ઘટાડો અને રાતના તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે ચક્રવાતના કારણે પવનનો મિજાજ બદલાઈ ગયો છે. દક્ષિણ પૂર્વી હવાઓ ચાલી રહી છે સાથે જ રાત્રે ઉત્તરી હવાઓ છે પરંતુ ઉત્તરી હવા ખૂબ ધીમી છે. ચક્રવાતના કારણે ભીનાશ પણ આવી રહી છે જેના કારણે વાદળોની સ્થિતિ બની રહી છે. સોમવારે ભોપાલમાં વાદળ છવાયાની સંભાવના છે. આ સાથે જ મંગળવારે વરસાદના છાંટા પડવાની પણ શક્યતા બની શકે છે. આ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો અને બે ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં વધારો રહેશે.
પ્રદેશના દક્ષિણી વિસ્તારોમાં પણ ચક્રવાતની અસરથી વરસાદ પડવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. મધ્યપ્રદેશમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડીની અસર વર્તાઈ રહી હતી. પરંતુ રવિવારે અચાનક હવામાનનો મિજાજ બદલાઈ ગયો હતો. દિવસે હવાનો મિજાજ દક્ષિણ પૂર્વી રહ્યો, જેના કારણે તાપમાનમાં વધારો થઈ ગયો છે. રવિવારે ભોપાલનું મહત્તમ તાપમાન 29.3 અને લઘુતમ 13.4 ડિગ્રી નોંધાયુ હતુ જ્યારે શનિવારે મહત્તમ તાપમાન 27.5 અને લઘુતમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500