Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે મતદાન કરવાનું ભુલશો નહિં : સવારે ૮.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી ૬૦૫ મતદાન મથકોએ મતદાન થશે

  • December 01, 2022 

તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા(અ.જ.જા) તથા ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભામાં સમાવિષ્ટ મતદારોને જણાવવાનું કે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટેનું મતદાન આજે તા.૦૧/૧૨/૨૦૨૨ તે ગુરૂવારના રોજ સમય સવારે ૮.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી મતદાન થનાર છે. ગુજરાત રાજ્યમાં લગભગ દરેક મતદારને મતદાર ફોટો ઓળખકાર્ડ આપી દેવામાં આવેલ છે, જેઓને મતદાર ફોટો ઓળખપત્ર આપવામાં આવ્યા છે તે તમામ મતદારોએ તેમનો મત આપતા પહેલા મતદાન મથકે પોતાની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર રજુ કરવાનું રહેશે. ફોટો ઓળખપત્ર રજૂ ન કરી શકે તેવા મતદારોએ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે નીચેના પૈકી કોઇ એક દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે.



જેમાં (૧) આધારકાર્ડ, (2) મનરેગા જોબકાર્ડ, (3) બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, ક્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટકાર્ડ, (૫) ડ્રાઈવીંગ લાયસન્સ, (૬) પાના, (૭) એનપીઆર (National Population Register) અન્વયે આજીઆઇ દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ, (૮) ભારતીય પાસપોર્ટ, (૯) ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, (૧૦) કેન્દ્ર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, (૧૧) સંસદ સભ્યો/ ધારાસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો, અને (૧૨) Unique Disability ID (UDID) Card, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર ઉપર મુજબની વિગતો મતદારોએ ખાસ ધ્યાને લેવા તથા ચૂંટણી તંત્રને સહકાર આપવા તથા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી, મતદાન કરવા જાય તેવી અપીલ છે.




આ સાથે અગત્યના હેલ્પલાઇન નંબરો જેમાં જિલ્લા કંટ્રોલ રૂમ-૦૨૬૨૬-૨૨૫૯૩૫, જિલ્લા ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ૨૩૩ ૧૦૦૫, જિલ્લા હેલ્પલાઇન નંબર-૧૯૫૦, ચૂંટણી અધિકારીશ્રી ૧૭૧-વ્યારા કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૨૮-૨૯૯૧૦૧ અને ચૂંટણી અધિકારીશ્રી ૧૭૨-નિઝર કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૨૬-૨૨૦૩૨૨ ઉપર સંપર્ક કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર (IAS) ભાર્ગવી દવે દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application