પૂણે પોર્શ કાર અકસ્માત જેવી વધુ એક ઘટના સામે આવી છે. રાત્રે પૂણેના પોશ વિસ્તારમાં ઓડી કારે ફૂડ ડિલિવરી બોયને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ડિલિવરી બોયનું મોત થયું હતું. ઓડી કાર ચાલક નશામાં હતો. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના કોરેગાંવ વિસ્તારમાં સવારે લગભગ 1 વાગ્યે બની હતી. અહેવાલો અનુસાર, મૃતકની ઓળખ રઉફ શેખ તરીકે થઈ છે. જ્યારો કાર ચાલકની ઓળખ 34 વર્ષીય આયુષ તયાલ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, ટનશામાં ધૂત કાર ચાલકે પહેલા ટુ-વ્હીલરને ટક્કર મારી અને જેમાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમે સ્પીડમાં કાર ચલાવીને ફૂડ ડિલિવરી બોય રઉફના સ્કૂટરને ટક્કર મારી હતી. આ ટક્કર બાદ રઉફ નીચે પટકાયો હતો.
તેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સર્વેલન્સ કેમેરાના ફૂટેજ તપાસ્યા બાદ આરોપીની હડપસર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઘટના સમયે આયુષ તયાલ કાર ચલાવી રહ્યો હતો. તે રાજનાંદગાંવ MIDCમાં સિનિયર એક્ઝિક્યુટિવનું પદ સંભાળી રહ્યો છે. ઘટના સમયે તેની નશાની હાલત જાણવા માટે તેની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમની સામે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 105, 281, 125A, 132, 119 અને મોટર વ્હીકલ એક્ટની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા એક 17 વર્ષના છોકરાનો પોર્શ કાર સાથે અકસ્માત થયો હતો, જેમાં બે આઈટી એન્જિનિયરોના મોત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application