વડોદરામાં આજવા હાઈવે ચોકડી પર કાસીદા પાર્ટી પ્લોટની સામેથી ચાલતી જતી મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઈજા થઈ હતી. મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે. ગત 7મી તારીખે સવારે સાત વાગે આજવા રોડ હાઇવે ચોકડી પાસે આવેલા કાશીદા પાર્ટી પ્લોટની સામેથી ચાલતા જતા રંજનબેન રમેશભાઈ ગોહિલ રહેવાસી જય યોગેશ્વર ટાઉનશિપ આજવા રોડ અને અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી.
તે ઉપરાંત હાથ અને પગ ઉપર પણ ઈજાઓ થઈ હતી. પોલીસે દવાખાના વર્ધીના આધારે હોસ્પિટલમાં જઈને તપાસ કરતા મહિલાને ગંભીર ઈજા થઈ હતી. પરંતુ તેની પાસેથી કોઈ આઈકાર્ડ મળી આવ્યું ન હતું કે તેના સગા સંબંધી પણ મળી આવ્યા ન હતા. દરમિયાન મહિલા દર્દીનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. કપૂરાઈ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application