સુરત રેન્જની ઓપરેશન ગ્રુપની ટીમ એ તાપી જીલ્લાના ડોલવણ તાલુકામાંથી ટ્રકના ચોરખાના માંથી રૂપિયા ૫.૪૪ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર સુરત રેન્જની ઓપરેશન ગ્રુપની ટીમ તાપી જીલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે આ વિસ્તારમાંથી એક ટ્રક દારુ ભરીને પસાર થવાની છે જે આધારે ડોલવણ નજીક ઓપરેશન ટીમ દ્વારા નાકાબંધી કરાઈ હતી. દરમિયાન એક ટ્રક નંબર એમએચ/૦૪/એફ/૬૨૦૨ ત્યાંથી પસાર થતા પોલીસે ટ્રકને રોકી તપાસ હાથ ધરી હતી. પરંતુ દારુ ના મળ્યો હતો પરંતુ ટ્રકની અંદર બાનાવેલા ચોરખાનામાંથી સંતાડેલો દારૂ મળી આવ્યો હતો. પોલીસને ટ્રકમાંથી વિદેશી દારૂની વ્હીસ્કી તથા ટીન બિયરની કુલ બોટલો નંગ ૭૩૯૨ જેની કીંમત રૂપિયા ૫,૪૪,૮૦૦/-,તથા આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન જેની કીંમત રૂપિયા ૫૦૦/- તથા રોકડ રૂપિયા ૧૫૦૦/- તેમજ ટ્રકની કીંમત રૂપિયા ૭ લાખ મળી કુલ રૂપિયા ૧૨,૪૬,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ બનાવમાં આરોપી તસ્લીમ સલીમ ખાન હાલ રહે.ડુંગરી (વાપી-વલસાડ)થી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો ભરાવી આપનાર (૧) કિરણ ઉર્ફે લાલુ માહ્યાવંશી, (૨)અલ્પેશ ઉર્ફે પાંડુ માહ્યાવંશી, (૩)ધીમેન ઉર્ફે રાહુલ મનોજભાઈ ઓઝા, (૪)નીલેશ કેવડ રહે.કેવડી ફળિયા દમન, (૫)ઉમેશ ડોરી રહે.ડોરી કળ્યા તાબે દમણ, (૬)લાલુ ઉર્ફે ફેનિલ મુકેશ પટેલ રહે.સુલપડ તા.વાપી જી.વલસાડ ના તમામ આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500