Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનાં ૫,૦૫,૪૮૧ મતદારોને મતદાન માટે આવકારવા માટે જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ

  • November 30, 2022 

લોકતંત્ર એટલે લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી શાસનવ્યવસ્થા જેમાં મતદાર પાયાનો ઘટક છે. મતદારના એક-એક મતનું સવિશેષ મહત્વ છે. તે સમજી વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવી એ આપણી ફરજ છે. ત્યારે લોભ, લાલચ, આળસ, સમયનો અભાવ જેવી બાબતોથી સદંતર દુર રહીને દેશના પ્રત્યેક નાગરિકે મુકત અને ન્યાયિક ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો જોઇએ. તાપી જિલ્લામાં આજે તા.૦૧/૧૨/૨૦૨૨નાં રોજ તાપી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજનાર છે. ચૂંટણીના મહાપર્વમાં તાપી જિલ્લાના અધિકારી-કર્મચારીઓ, પોલીસ વિભાગ સહિત સમગ્ર સરકારી કર્મચારીઓ જોડાઇ ગયા છે.



તાપી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી અનુસંધાને રોકયેલા અધિકારી-કર્મચારીઓમાં ૧૭૧ વિધાનસભા બેઠકમાં અંદાજીત ૩૦૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓ, જેમાં ૨૮૬ પ્રિસાઇડિંગ ઓફિસર, ૮૫૮ પોલીંગ ઓફિસર ૧,૨ અને ૩ અને ૨૯૯ પટાવાડાનો સમાવેશ થાય છે. જ્યારે ૧૭૨ વિધાનસભા બેઠક માટે અંદાજીત ૩૦૦૦થી વધુ, કર્મચારી અધિકારીઓ જેમાં ૩૮૦ પ્રિસાઇડિંગ ઓફિસર, ૧૧૪૦ પોલીંગ ઓફિસર ૧,૨ અને ૩ અને ૩૭૯ પટાવાડાનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૧૬૦૦થી વધુ પોલીસ, અને ૧૫૦થી વધુ કલેક્ટર કચેરીના અધિકારી-કમચારીશ્રીઓ મળી કુલ-૭,૭૫૦ અધિકારી-કમચારીશ્રીઓ કર્મયોગી બની તાપી જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ૧૭૧ વિધાનસભા બેઠકમાં ૭૯૦ મહિલાઓ ફિમેલ પોલીંગ ઓફિસર તરીકે અને ૧૭૨ વિધાનસભા બેઠક માટે ૮૦૪ મહિલાઓ ફિમેલ પોલીંગ ઓફિસર તરીકે ફરજ નિભાશે.



આ ઉપરાંત તાપી જિલ્લામાં ૧૭૧ વિધાનસભા બેઠકમાં ૦૭ સખી મતદાન બુથો જેમાં ૩૫-ચિખલવાવ-૧, ૭૭-વ્યારા-૧૯, ૮૩-વ્યારા-૨૫, ૧૦૯-મદાવ, ૧૧૪-કાનપુરા-૩, ૧૭૫-કલકવા-૨, ૨૦૯-વાંકલા-૨નો સમાવેશ થાય છે. જ્યારે ૧૭૨ વિધાનસભા બેઠક માટે ૩૬-ફુલવાડી-૭(પાટી), ૧૦૬-નિઝર-૨, ૧૯૯-ઉચ્છલ-૨, ૨૦૦-ઉચ્છલ-૩, ૨૪૫-કુમકુવા, ૨૫૦-ચાંપાવાડી, ૨૫૩-ચીમકુવા સખી મથદાન મથકો છે જેમાં સંપૂર્ણ કામગીરી મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં તાપી જિલ્લામાં ૧૭૧-વ્યારા મતવિસ્તાર માટે ૦૭ અને ૧૭૨-નિઝર મતવિસ્તાર માટે કુલ-૦૬ ઉમેદવારો મળી કુલ-૧૩ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જેના માટે આજે તાપી જિલ્લાના ૨,૪૬,૩૬૨ પુરૂષ મતદારો અને ૨,૫૯,૧૧૪ મહિલા તેમજ ૦૫ અન્ય મતદારો મળી કુલ ૫,૦૫,૪૮૧ મતદારો મતદાન કરી ૧૩ ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમમાં કેદ કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application