Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફાયનાન્સમાં લીધેલો ટ્રક ભંગારમાં વહેંચી નાખવાના ગુન્હામાં જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ

  • January 29, 2023 

હાલના આધુનીક જમાનામાં ફાયનાન્સમાંથી મોટા પ્રમાણમાં ટ્રકની ખરીદી કરવામાં આવે છે. અને પછી હપ્તા ન ભરી શકવાના કા૨ણે એગ્રીમેન્ટ કરી  ટ્રક નું વેચાણ કરી નાખવામાં આવતુ હોય છે. તેવા જ એક કીસ્સામાં ઉર્ધોગનગર પોલીસ સ્ટેશનમાં અનિરતસિંહ પ્રભાતસિંહ જેઠવા દ્રારા પોતાની માલીકીનો ટ્રક ગેર કાયદેસર રીતે ભંગારમાં વહેંચી નાંખી અને ગુન્હો કરવા સંબંધે ફરીયાદ નોંધાવતા પોલીસ દ્રારા અલગ અલગ ૫(પાંચ) વ્યકિતઓ સામે ગુન્હો દાખલ કરેલો હતો.




અને તે અનુસંધાને જામનગ૨ના ભંગા૨ના વેપારી નુરમામદ ઉર્ફે નુરો સુલેમાન જાડમ દ્રારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે ડીસ્ટ્રીકટ કોર્ટમાં અરજી કરતા અને દલીલમાં જણાવેલ કે,હાલના આરોપી ભંગાર ના વેપારી છે. અને તે સંબંધે લાયસન્સ ધરાવે છે. અને પોલીસ રેકર્ડ મુજબ જ ભુતકાળમાં કયારેય કોઈ ગુન્હાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ નથી.




અને તે રીતે હાલના આરોપી ખરેખર ભોગ બનનાર હોય અને ખોટી ૨જુઆત કરી રૂા.૩,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણલાખ પુરામાં ટ્રક વહેંચી ગયેલા હોય અને તે રીતે હાલના આરોપી દ્વારા કોઈ ગુન્હો કરેલ ન હોય પરંતુ વેપારી શિરસ્તા મુજબ કાગળો જોઈને ટ્રકની ખરીદી કરેલી હોય અને તેથી વેપારી વ્યકિતને લાંબો સમય જેલમાં રાખી શકાય નહીં.




તેવી વિગતવાર દલીલ કરતા ડીસ્ટ્રીકટ જજ શ્રી પંચાલ સાહેબ દ્વારા રેકર્ડ ઉપરના ડોકયુમેન્ટો તથા એડવોકેટ ભરતભાઈ લાખાણી ની દલીલ ઘ્યાને રાખી આરોપીને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલો હતો.આ કામમાં આરોપી વતી પો૨બંદ૨ના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, હરભમભાઈ સુંડાવદરા તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application