નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના માંગરોળ ગામના સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ એ 2 જી ઓક્ટોમ્બરે ગાંધી જયંતિ ના ખાસ દિવસે રાજપીપળા ખાતે આવેલી ગાંધીજી ની પ્રતિમા ને સુતરાંજલી અર્પી પ્લાસ્ટિક મુક્ત ભારત ના સુંદર સંદેશા સાથે ત્યાં હાજર તમામ મહાનુભાવો ને કાપડની થેલીઓનું વિનામૂલ્યે વિતરણ કરી નર્મદા જિલ્લા માં પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો.
જોકે વર્ષો થી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મહેન્દ્રભાઈ ગામે ગામ જઈ સ્વખર્ચે કાપડની થેલીઓ વિનામૂલ્યે સ્વખર્ચે વિતરણ કરતા આવ્યા છે તેમણે આજે ગાંધી જયંતિ નિમિત્તે પણ મહાત્મા ગાંધીજી ની પ્રતિમા પાસે હાજર રાજકીય અગ્રણીઓ સહિત તમામ ને કાપડ ની થેલીઓ આપી ભારત દેશ પ્લાસ્ટિક મુક્ત બને તેવી આશા વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application