Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિલકત વેરાના બાકીદારોને નોટિસ આપવા છતાં વેરો ન ભરાતા મિલકતોને સીલ કરી દેવામાં આવી

  • January 02, 2024 

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાના બાકીદારોને નોટિસ આપવા છતાં વેરો ભરવા માટે ડોકાયા નથી ત્યારે કોર્પોરેશન દ્વારા હવે મિલકતો સીલ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં વધુ 11 જેટલી મિલકતોને સીલ કરી દેવામાં આવી છે તેમજ મિલકતો સીલ કરવા પહોંચેલી ટીમોએ સ્થળ ઉપરથી 29 લાખ કરતાં વધુનો વેરો વસૂલી લીધો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા દિવસો અગાઉ મિલકત વેરો નહી ભરી જનાર મિલકત ધારકોની યાદી તૈયાર કરીને તેમને નોટિસો આપવામાં આવી હતી. પ્રથમ નોટિસ બાદ પણ વેરો નહીં ભરી જનાર મિલકત માલિકોને બીજી નોટિસ આપવામાં આવી હતી અને તેમ છતાં કોર્પોરેશનની આ નોટિસ અવગણનાર મિલકત ધારકોની મિલકતોને જ સીલ કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને કોર્પોરેશન દ્વારા 26 ડિસેમ્બરથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.



જે અંતર્ગત અત્યાર સુધીમાં 22થી વધુ મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી તો વોરંટ ઇશ્યૂ કરીને કોર્પોરેશનની ટીમો દ્વારા મિલકત સીલ કરવા માટે સ્થળ ઉપર પહોંચવામાં આવે ત્યારે મિલકત ધારકો દ્વારા વેરો ભરી દેવામાં આવે છે. આવી મિલકતોને ત્યાર પછી સીલ કરવામાં આવતી નથી ત્યારે ગતરોજ અને આજ એમ બે દિવસ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા 20 જેટલી મિલકતોને સીલ કરવા માટે વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા અને ટીમો દ્વારા સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી શરૂ કરવામાં આવતા 29 લાખ રૂપિયાનો મિલકત વેરો વસૂલી લેવામાં આવ્યો હતો અને આ 9 જેટલી મિલકતો સીલ કરવામાં આવી ન હતી તો વેરો નહીં ભરનાર 11 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે કોર્પોરેશનની આ ઝુંબેશને કારણે હાલ તો મિલકત વેરાના બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. આગામી દિવસમાં પણ આ સીલીંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને હજી 25,000થી ઓછા વેરા બાકીદારોની યાદી પણ તૈયાર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application