વલસાડમાં એ.સી.બી.ની ટીમે સફળ ટ્રેપ કરીને કપરાડાનાં હુંડાગામનાં ડેપ્યુટી સરપંચને ચાર હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડનાં કપરાડા તાલુકા મથક પર એ.સી.બી.ની સફળ ટ્રેપમાં હરિભાઇ સખારામભાઇ ગાંગોડે (ડેપ્યુટી સરપંચ હુંડા ગામ, રહે. હુંડા ગામ, વિજયપાડા ફળીયુ, તા.કપરાડા જિ.વલસાડ) દ્વારા લાંચની માંગણીની રકમ રૂપિયા ચાર હજાર લાંચની સ્વીકારેલ રકમ રૂપિયા ચાર હજાર લાંચની રીકવર કરેલ રકમ સાથે ઝડપી લીધા હતા. જોકે કપરાડા એટી ડેપોની અંદર પ્રવેશ કરતા રોડ ઉપર તા.કપરાડા જિ.વલસાડ ફરીયાદીનાં કૌટુંબીક ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર તરફથી મકાન મંજુર થયેલ અને જે યોજનાના રૂપિયા બે હપ્તામાં તેઓના બેંક એકાઉન્ટમાં 1.10 લાખ જમા થયેલ હોય જે મકાન મંજુર થયેલ તેના વ્યવહાર પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે પાંચ હજારની લાંચની માંગણી કરી હતી.
જે પૈકીનાં એક હજાર અગાઉ આરોપીએ ફરીયાદી પાસેથી લઇ લીધેલા હતા. બાકીનાં ચાર હજારની માંગણી કરતા હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોવાથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપવામાં આવી હતી. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ચાર હજારની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ પર પકડાઇ રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ટ્રેપીંગની કામગીરીમાં વલસાડ અને ડાંગ એ.સી.બી. પીઆઇ ડી.એમ.વસાવા તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી એ.કે.ચૌહાણ મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત એસીબીની ટીમે સફળ ટ્રેપ થઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500