Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર બાદ પોલીસ સમક્ષ સરન્ડર : વનકર્મીઓને ધમકાવવા અને ફાયરીંગ કરવાના પ્રકરણમાં લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરેલ હતા

  • December 14, 2023 

છેલ્લા એક મહિનોને નવ દિવસથી ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર બાદ આજરોજ પોલીસ સમક્ષ સરન્ડર થયા છે. કઠિતપણ વન કર્મીઓને ધમકાવવા અને ફાયરીંગ કરવાના પ્રકરણમાં લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જોકે ગુરુવારે AAP નેતા યુવરાજસિંહ જાડેજા તેમજ ગોપાલ ઈટાલીયા સહીત મોટી સંખ્યામાં આવેલા સમર્થકો સાથે ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં પહોચ્યા હતા. પોલીસ સમક્ષ સરન્ડર થતા પહેલા MLA ચૈતર વસાવાએ તેમના સમર્થકો સહીતનાંને જણાવ્યું હતું કે, હું સામેથી સરન્ડર થવા આવ્યું છું. બધા મિત્રોને કહેવા માંગું છું કે, હું અને મારો પરિવાર નવયુવાનો, આદિવાસી સમાજ, શિક્ષિતો અને પીડિતોને ન્યાય અપાવવા માટે અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ.



આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપવા બદલ હું આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના તમામ આગેવાનોનો પણ આભાર માનું છે. બંધારણથી ચાલતી દેશની ન્યાયપ્રણાલી આ સંદર્ભે ન્યાય આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ફરાર રહેલા ધારાસભ્ય 1 મહિનો અને 9 દિવસ પોલીસ વિભાગે ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જોકે ગુરુવારે મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો ડેડીયાપાડામાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય એ છે કે, આ પ્રકરણમાં ફરાર ડેડીયાપાડાના MLA ચૈતર વસાવાએ રાજપીપળા સેસન્સ કોર્ટ તેમજ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા કોર્ટે ફગાવી દીધા હતા.



જેને લઈને હાઈકોર્ટમાં પીછે હટથી ડેડીયાપાડાના ધારાસભ્ય બે જ વિકલ્પ બચ્યા હતા આગોતરા માટે સુપ્રીમ કોર્ટમાં જવું અથવા પોલીસ સમક્ષ સરન્ડર થઇ જવું. ખાસ કરીને રાજ્યમાં આપના બીજા ધારાસભ્ય પક્ષમાંથી વિદાયની માહિતી બાદ આજ પાર્ટીના MLA પોલીસ સમક્ષ હાજર થતા રાજકીય સળવળાટ ઉભો થયો છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહિના અને દસ દિવસ ફરાર રહ્યા બાદ આજરોજ પોલીસ સામે આત્મસમર્પણ કર્યુ છે. ત્યારે ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયાએ સ્ફોટક નિવેદન આપ્યું છે કે, ચૈતર વસાવા અત્યાર સુધી ઘરે જ હતા.



વિધાનસભાની ચૂંટણીમાં ડેડીયાપાડાની જનતાએ ચૈતર વસાવાને એક લાખથી વધુ મત આપીને તાકાત બતાવી દીધી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચૈતરભાઇએ સ્પષ્ટ જણાવ્યુ છે કે, દોઢ મહિનાથી તેઓ પોતાના ઘરે જ હતા પણ કોઇ ત્યાં આવ્યું જ નહીં તો તેઓ શું કરે.!! જોકે ચૈતર વસાવાની પત્નીનું નિવેદન યાદ કરાવ્યુ ત્યારે તેમના ઘરે રોજ બે દિવસે પોલીસ આવતી હતી. જેના જવાબમાં ઇટાલિયાએ કહ્યુ કે, પોલીસ આવતી હશે, ગયા હશે ક્યાં સુધી ગયા જેની મને જાણ નથી પરંતુ ચૈતરભાઇનું કહેવું છે કે, તેઓ આટલા દિવસથી ઘરે જ હતા અને પોતાનું કામ કરતા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application