વ્યારા નજીક મદાવ પુલ પાસેથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ તપાસ દરમિયાન મૃતક સુરેશભાઇ રાઠોડ બારડોલી તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્ય અને બારડોલી તાલુકાના કડોદ ગ્રામ પંચાયતના સરપંચ હોવાનું બહાર આવ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાના મદાવ પુલ નજીકથી બારડોલી તાલુકાના કડોદ ગામના પૂર્વ સરપંચ અને બારડોલી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય સુરેશભાઇ બાબુભાઈ રાઠોડનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ પુલ પાસે જોવા મળ્યો હતો, જ્યારે મૃતદેહ અંગે પોલીસને જાણ થતા વ્યારા પોલીસ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનો તેમજ ગ્રામજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બનાવ અંગે વ્યારા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application