નવસારી કૃષિ યુનિવર્સિટી અને ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જારી, એગ્રોમેટ સલાહકાર સેવા બુલેટિન 'ગ્રામીણ કૃષિ મૌસમ સેવા'ના કૃષિ હવામાન બુલેટિન ક્રમાંક–૩૧ અનુસાર, ડાંગ જિલ્લામા આગામી પાંચ દિવસો દરમિયાન આકાશ મુખ્યત્વે વાદળછાયુ રહેવા સાથે, તા.૨૪મી જુલાઈ સુધી છુટાછવાયા વિસ્તારોમા હળવો વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામા આવી છે.
આ દિવસો દરમિયાન જિલ્લાનુ સરેરાશ તાપમાન મહત્તમ ૨૫.૭ સેં થી ૨૮.૭ સેં, અને લઘુત્તમ તાપમાન ૨૧.૭ સેં થી ૨૨.૫ સેં રહેવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે. હવામા ૭૫ થી ૯૫ ટકા ભેજ રહેવા સાથે, પવનની ગતિ ૧૫ થી ૧૮ પ્રતિ કલાક રહેવાની સંભાવના પણ વ્યકત કરવામા આવી છે.
આઈ.એમ.ડી. દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ખેડૂતોને તેમના ખેતરમાંથી વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની પણ સલાહ આપવામા આવી છે. વધુમા જિલ્લાના ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહ અંગેની માહિતી, સ્થાનિક ભાષામા મેળવવા માટે પોતાના મોબાઈલમા 'મેઘદુત' એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પણ સલાહ અપાઈ છે. આ માટે એન્ડ્રોઈડ યુઝર્સ https://play.google.com/store/details?id=com.aas.meghdoot અને આઈ-ઓ-એસ યુઝર્સ માટે https://apps.apple.com/in/app/meghdoot/id1474048155નો ઉપયોગ કરી શકે છે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500