Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : ધવલીદોડ ગામે માતૃશક્તિ યોજના માતાઓ અને બાળકો માટે પોષણયુક્ત બની

  • July 23, 2022 

ગુજરાત સરકાર દ્વારા 18 જૂન 2022ના રોજ શરૂ કરવામા  આવેલી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના મહિલાઓને પોષણયુક્ત આહાર આપવા માટે ફળી છે. સગર્ભાઅને ધાત્રી માતાઓમા કુપોષણ દૂર કરવા તેમજ બાળકના સારા સ્વાસ્થ્ય માટે આ યોજના શરૂ  કરવામા આવી છે.ડાંગ જિલ્લાના ધવલીદોડ ગામે  આશરે 23 સગર્ભા અને ધાત્રી માતાઓ નોંધાયેલી છે. જેઓને આંગણવાડીની બહેનો દ્વારા દર મહિને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત 2 કિલો ચણા, 1 કિલો તુવેર અને 1 કિલો તેલ મળે છે.


આ યોજનાના લાભાર્થી શ્રીમતી યામિનીબેન મહેદ્રભાઇ માળવીશ જણાવે છે કે, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત તેઓને સમયસર ચણા, તુવેર અને તેલ મળતા તેઓ તેનો ઉપયોગ કરે છે. આ યોજનાના લાભથી તેઓને ઘરના રાશનમા રાહત મળે છે. ધવલીદોડ ગામનાવધુ એક મહિલા શ્રીમતી પ્રવીણાબેન જયેશભાઇ વળવી જણાવે છે કે, દરમહિને તેઓને રાશન મળે છે, જેના કારણે તેઓની તબિયત પણ સારી રહે છે, સાથે જ તેમનુ બાળક  સ્વસ્થ છે. સગર્ભા માતાઓને વ્યવસ્થિત ભોજન મળી રહે તેમજ માતાની સાથે બાળકનુ સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે માટે સરકાર સતત ચિંતિત છે. ધવલીદોડ ઉપરાંત ડાંગ જિલ્લાના અન્ય ગામડાઓમા આ યોજના અંતર્ગત મહિલાઓને ચણા, તુવેર તેમજ તેલ આપવામા આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application