વિશિષ્ટ ભૃપૂષ્ઠ ધરાવતા ડાંગ જિલ્લામાં ખાસ કરીને ચોમાસા દરમિયાન ઠેક ઠેંકાણે ભૂસ્ખલન થવાની ઘટના બનતી હોય છે.તેવી જ એક ઘટના ડાંગ જિલ્લાના વિખ્યાત પર્યટન સ્થળ એવા ડોન જતાં ઘાટમાર્ગમાં બનવા પામી હતી.
આહવા-ગડદ-ડોન માર્ગ ઉપર ગડદ થી ડોન ની વચ્ચે આવતા ઘાટમાર્ગ ઉપર કેટલીક કાળમીંઢ શીલાઓ, રોડ ઉપર ધસી આવતા, આ માર્ગ વાહન વ્યવહાર માટે અવરોધાવા પામ્યો હતો.જે અંગેની જાણ જિલ્લાના ડીઝાસ્ટર કંટ્રોલ રૂમને થતાં તુરત જ માર્ગ અને મકાન વિભાગના લાશ્કરો, જેસીબી સહિતના સાધનો સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા, અને ગણતરીના કલાકોમાં જ આ પત્થરો, તથા મલબો રોડ માર્ગેથી હટાવી આ માર્ગને યાતાયાત માટે સુગમ બનાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500