Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ : જ્ઞાન સેવા વિદ્યા સંકુલ રંભાસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણી કરાઇ

  • November 01, 2023 

માહિતી વિભાગ, ડાંગ : લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસને ભારત દેશમા 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવામા આવે છે. ત્યારે રાષ્ટ્રીય કાર્યક્રમોની હમેશા હર્ષલ્લાસપૂર્વક ઊજવણી કરતા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના જ્ઞાન સેવા વિદ્યા સંકૂલ, રંભાસ દ્વારા પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તા.31-10-2023ના રોજ શાળાના આચાર્ય દ્વારા શ્રી મંગલનયન સ્વામીના માર્ગદર્શન હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસની ઊજવણીના ભાગ રૂપે “રન ફોર યુનિટી” અને “સ્વચ્છતા અભિયાન"નુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રવાસન સ્થળ ગીરા ધોધ ખાતે સ્વચ્છતાના ખૂબ આગ્રહી એવા શાળાના આચાર્ય તથા વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ કાર્ય કરવામા આવ્યુ હતુ. “રન ફોર યુનિટી” અને “સ્વચ્છતા અભિયાન” દ્વારા શાળાએ ગ્રામજનોને એક્તા અને સ્વચ્છતા માટે પ્રેરણા અપાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application