વઘઇથી સાપુતારા તરફ જતા મુખ્ય માર્ગ પર એક વોલ્વો કાર નંબર જીજે/18/બીબી/6370ને સાપુતારા ધાટ માર્ગ પર આવેલા ચીખલદા ફાટક પાસે રાત્રીના સમય દરમિયાન મોધી દાટ વોલ્વો કારના વાયરીંગમાં કોઇ કારણસર શોર્ટ-સર્કીટ થતા કારમાં અચાનક આગ ભડકી ઉઠી હતી.
કારમાં સવાર દંપતિ કારમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલા કારમાંથી સમય ચુકતા વાપરી કારમાંથી બહાર નીકળી ગયા હતા જેથી દંપતિ વિરેન કહાર અને પત્ની દિપા કહાર (રહે.પાલ સુરત) નાનો ચમત્કારી બચાવ થયો હતો. જયારે કારમાં લાગેલી આગે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કાર બળીને ખાખ થઇ જવા પામી હતી.
આ ધટના બનાવની જાણ ફાયર-બ્રિગેડની ટીમને થતા ફાયરની ટીમે ધટના સ્થળે પહોંચી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવા માટે સફળ રહયા હતા જયારે આ બનાવ અંગે વઘઇ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025