તાપી વ્યારા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ એમ.ડી.વિઠ્ઠલપરા પોલીસ ઇન્સપેકટર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સુચનાં મુજબ સરકારી માધ્યમિક શાળા કાકડકુંવાના પ્રિન્સીપાલશ્રી જયેશકુમાર ભંડારી સાહેબના સહયોગથી માસના દ્વીતીય બુધવાર ‘સાયબર જાગૃતિ દિવસ’ અનુસંધાને સાયબર ક્રાઇમ અવેરનેશનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ આઇ.ડી. દેસાઈ તથા હે.કો હરપાલસિંહ ઝાલા તથા પો.હેડ કોન્સ. રવિન્દ્રભાઈ ચૌહાણ હાજર રહેલ અને શાળાના વિધાર્થીઓએ આ સેમીનારમાં ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.
આ સેમીનારમાં પો.સ.ઇ આઇ.ડી.દેસાઇ તથા હેડ કોન્સ. રવિન્દ્રભાઈએ સાયબર ક્રાઇમને લગતા બનાવો અંગેની વિધાર્થીઓને રૂપરેખા અંગેની માહિતી આપી હતી. તેમજ હાલમાં બનતા સાયબર બુલીંગ, સોશિયલ મિડિયા સંબંધિત ફ્રોડ, ફાનાન્સીયલ ફ્રોડ, જોબ ફોડ, હેકિંગ, ડેટા ઘેફટ, ફિશીંગ, ઇ-મેઇલ સ્પુકિંગ વિગેરે બાબતે બનતા ગુનાઓ તેમજ તેનાથી કઇ રીતે સાવચેત રહેવુ. ભોગ બન્યા હોય તો તાત્કાલીક ધોરણે કેવા કેવા પ્રકારના પગલા લેવા તે અંગેની સંપુર્ણ માહિતી સરળ ભાષામાં વિધાર્થીઓને આપેલ હતી. આ સેમીનારમાં સહયોગ આપવા બદલ હાજર રહેલ, સરકારી માધ્યમિક શાળા કાકડકુંવાના મદદનીશ શિક્ષકશ્રી જ્યોતીબેન ચૌધરીનો તેમજ સ્ટાફ દ્રારા સાયબર જાગૃતિ દિવસના કાર્યક્રમને હાજર રહી સફળ બનાવવા બદલ તાપી-જીલ્લા પોલીસ જાહેર આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500