તાઉ-તે વાવાઝોડાએ ભારે ખાનાખરાબી સર્જી હતી. સુરત જિલ્લામાં ખેડુતોને કરોડોનું નુકશાન થયું છે. તો ઈંટ ઉત્પાદકો પણ બાકાત રહ્ના ન હતા. વાવાઝોડાના કહેરથી ઈંટ ઉત્પાદન ધૂળ ઘાણી થવા સાથે મોટા ભાગના કાચા પાકા ભઠ્ઠા તબાહ થઈ જતા કરોડોનું નુકશાન થયું છે. રો મટીરીયલ્સ અને તૈયાર કાચી ઈંટોનું ધોવાણ થઈ જવાથી અંદાજિત ૮૦ થી વધુ ઉત્પાદકો અને ૮,૦૦૦ થી વધુ શ્રમિકોની રોજગારીનો સવાલ ઉભો થયો છે. બીજી તરફ ઈંટ ઉત્પાદકોએ વાવાઝોડા બાદ આશ્વર્યજનક રીતે ઈંટમાં ભાવ વધારો કરી વધુ ભાવ વસુલ કરવાનું શરૂ કરતા બાંધકામ ઉદ્યોગ સામે અનેક સવાલો ઉભા થયા છે જેની તપાસ કરીને જરૂરી પગલા લેવાનું જરૂરી બન્યું છે.
સુરત જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર સાથે વરસેલા તેજ વરસાદથી અહીના ચીમની ભઠ્ઠા અને હાથ બનાવટના અંદાજિત ૮૦થી કાચા પાકા ઈંટ ઉત્પાદન યુનિટોમાં અંદાજિત પાંચ કરોડનું નુકશાન થયાનું ઈંટ ઉત્પાદન મંડળના પ્રમુખ નવીન દલવાડીઍ જણાવ્યું હતું. સુરત જિલ્લામાં કીમ, માંગરોળ, મહુવા, માંડવી, કપલેથા સ્થિત ઈંટ ઉત્પાદનની કામગીરીથી પેટિયું રળતા મધ્યમ વર્ગના પરિવારો અને તેની સાથે શ્રમિક કામગીરી કરતા પરિવારોના જીવન નિર્વાહ માટેના ઈંટ ભઠ્ઠા યુનિટોમાં ભારે વરસાદ અને પવનથી મોટુ નુકશાન થતા તમામના કામકાજની સિઝન નિષ્ફળ જવા પામી છે. મહત્વની વાત ઍ છે કે આ કુદરતી વિપદાના મુકાબલા માટે ‘‘ઝિરો કઝ્યુઆ લીટી’’ઍપ્રોચથી ડિટેઈલ્ડ અને ઍડવાન્સ પ્લાનિંગ ના કારમે મોટી જાનહાની થતા અટકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈંટ ઉત્પાદનમાં મોટાભાગે ઈંટો તૈયાર થયા બાદ ભઠ્ઠામાં ગોઠવી આગમાં પકવવાની પ્રોસેસ કરવામાં આવતી હોય છે જેમાં વરસાદી પાણી પડવાથી આગ આલવાઈ સાથોસાથ કાચી ઈંટો હોવાથી ભઠ્ઠા ધરાશયી બન્યા તો બીજી તરફ રો મટીરીયલ્સ કોલસી, માટી સહિતનો માલ સામાન પાણીમાં ગરકાવ થવાથી સઘળી નુકશાની વેઠવાનો સમય આવ્યો છે.
ઈંટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ ઓએ જણાવ્યુ હતું કે વાવાઝોડાને કારણે ઈંટ ઉત્પાદન કરતી ભઠ્ઠીઓને ભારે નુકશાન થયું છે. ત્યારે કેટલાક ઈંટ ઉત્પાદકોએ ઈંટના જથ્થાનો સંગ્રહ કરી અછત કરી અથવા તો કુત્રિમ અછત ઉભી કરવાનો પ્રયાસ કરી વાસ્તવિક મુલ્યથી વધુ ભાવ કરવા ના કારણે ઈંંટ ખરીદવી મુશ્કેલ બની ગયું છે. ઈંટ ઉત્પાદકોના ભાવ વધારાના બે જવાબદાર વર્તનને ખતમ કરવા અને નિર્ધારિત સીમા સુધી ભાવ સુનિશ્વિત કરવા માટે કોઈ કાનુની વ્યવસ્થા બનાવવી જાઈએ એવો પ્રશ્ન બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વતૃળો કરી રહ્ના છે.
સુરત જિલ્લામાં બાંધકામ ઉદ્યોગ સાથે સંકલાયેલા વતૂળોનું માનવવામાં આવે તો કુદરતના કહેર સામે ઈંટ ઉત્પાદકોને ભારે પવન અને વરસાદના કારણે ભારે નુકશાન થયું છે. એ વાત સ્વીકાર્ય છે. પરંતુ દિપાવલી સમયે ઈંટની એક ગાડી ૧૬૫૦૦ માં વેચાણ મળતી હતી. વાવાઝોડા અગાઉ એક ગાડી રૂપિયા ૨૦,૦૦૦માં ઈંટ ઉત્પાદકો વેચાણ કરતા હતા પરંતુ વાવાઝોડા બાદ એક ગાડી ઈંટ ઉપર આશ્વર્યજનક રીતે સડસડાટ પાંચ હજારનો વધારો કરી રૂપિયા ૨૫ હજાર કરી દેવાતા હાલના કપરા કાળમાં બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા કોન્ટ્રાકટરોએ ઈંટ ખરીદવી મુશ્કેલ બની છે. હાલમાં બજારમાં નાણાભીડ સર્જાયેલી છે. અને કન્ટ્રકશન કોસ્ટ ઉંચી જવાનાં ભયે બાંધકામ કરવુ મુશ્કેલ બન્યું છે.
ઈંટ ઉત્પાદક મંડળના પ્રમુખ નવીનભાઈ દલવા઼ડીના જણાવ્યા મુજબ ચોમાસુ નજીક આવતા નુકશાની થતી હોય છે. વાવાઝોડાની સ્થિતિમાં તમામ ઈંટ ઉત્પાદક પરિવારો માટે અસહ્ના આર્થિક નુકશાન થયું છે. ચીમની ભઠ્ઠાની ઈંટો અને હાથ બનાવટની ઈંટો મળી અંદાજિત ૫ કરોડ કાચી ઈંટનું નુકશાન પલળી જવાથી થયું છે સાથો સાથેઆખા વર્ષની સિઝન દરમિયાન તૈયાર થયેલ તમામ મટીરીયલ્સ ભઠ્ઠામાં પાક તૈયાર બને તે પહેલા જ નુકશાન થતા સુરત જિલ્લામાં ઈટ ઉત્પાદક મંડળને પાંચ કરોડનું નુકસાન થતા મોઢે આવેલો કોળિયો કુદરતે ઝુંટવી લીધાનું જણાવ્યું હતું માટે ઈંટ ઉત્પાદન કરનારા પરિવારો અને તેની સાથે કામગીરીથી રોજીરોટી રળનારા તમામ માટે આજીવિકાનો જટિલ પ્રશ્ન ઉભો થયો છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024