નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાનાં તરોપા ગામે આજરોજ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ, આમલેથા જિલ્લા સદસ્ય રશ્મીકા વસાવા, તાતુકા સદસ્ય સૈયદ વસાવા, SBIનાં રાકેશ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાંથી પાંચ મહિલા ક્રિકેટ ટીમો ખાસ ઉપસ્થિત રહી હતી. જેમાં લોટસ પાડીને મેચ રમાડવામાં આવી હતી. સેમિફાઇનલમાં નાંદોદ અને સાગબારા ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં સાગબારા ટીમનો વિજય થયો હતો. ફાઈનલ મેચ ડેડીયાપાડા અને સાગબારા વચ્ચે રમાઈ હતી, તેમાં સાગબારા ટીમનો વિજય થયો હતો.
આ ટુર્નામેન્ટમાં સાગાબારા ટીમના શકું ગામીતે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગમાં ખૂબ સારો દેખાવ કર્યો હતો. જેથી તેમણે મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેસ્ટમેનની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ફાઇનલમાં ઉપવિજેતા તરીકે ડેડીયાપાડા ટીમ અને વિજેતા ટીમ તરીકે સાગબારા ટીમને જિલ્લા પ્રમુખ, મહામંત્રી અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025