સામાજિક પરંપરા નહોવાથી હિન્દુ વિવાહ કાયદા અનુસાર મામા ભાણજીના લગ્ન થઈ શકે નહીં. લગ્ન માટે આ પ્રતિબંધિત સંબંધ છે એવો મહત્ત્વનો ચુકાદો હાઈ કોર્ટની નાગપુર બેન્ચે આપ્યો છે.
બુલઢાણા જિલ્લામાં ભાણજીએ મામા સાથે લગ્ન થયાનો દાવો કરીને ભરણપોષણ માગ્યું હતું. તેની માગણી નામંજૂર કરવામાં આવી હતી. વિવાહ કાયદા હેઠળ સમાજમાં પરંપરા નહોય એવા પ્રતિબંધિત સંબંધ વચ્ચે લગ્ન થઈ શકે નહીં. મામા ભાણજીનો સંબંધ લગ્ન માટે પ્રતિબંધિત છે. તેમ જ એક લગ્ન કાયમ હોય ત્યારે બીજા લગ્ન કરી શકાય નહીં. ભાણજીએ મામા સાથે લગ્ન કર્યા ત્યારે તેમના પહેલાંના લગ્ન કાયમ હતા. આથી બંને જોગવાઈ અનુસાર આ લગ્ન શરૃઆતથી જ ગેરકાયદે છે. આથી મામા ભરણપોષણ આપવા જવાબદાર નથી, એમ ચુકાદામાં જણાવાયું હતું.
ભાણેજે ભરણપોષણ માટે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. આ અરજી નામંજૂર કરવામાં આવી હતી. આથી તેણે અપીલ કરી હતી તે પણ ફગાવાતાં હાઈ કોર્ટમાં ઘા નાખી હતી.કેસની વિગત અનુસાર કઝીન બહેનના લગ્ન મામા સાથે થયા હતા. તે નાની હોવાથી તેને સાસરામાં મોકલાવાઈ નહોતી. આનો લાભ લઈને મામાએ અન્ય મહિલા સાથે લગ્ન કર્યા હતા. આથી કઝીન બહેન સાથેના મામાના લગ્નમાં છૂટાછેડા કરાયા હતા. ત્યારબાદ દબાણ હેઠળ ભાણજીના લગ્ન મામા સાથે કરાવાયા હતા. એ વખતે મામા અને બીજી મહિલા સાથેના લગ્ન કાયમ હતા. એક બીમારીને કારણે ભાણજીને સાસરિયાએ ઘરની બહાર કાઢી મૂકતાં તે પીયરે આવી ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500