દેશ અને રાજ્યને કચરા મુક્ત કરવાની નેમને ચરિતાર્થ કરવા રાષ્ટ્ર-રાજ્ય ભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન હેઠળ બદલાઈ રહી છે સુરતની ‘સૂરત’. કામરેજના આંબોલી ગામ ખાતે સફાઇ કર્મીઓ દ્વારા જનભાગીદારી વડે સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં જાહેર રસ્તાઓની સાફ સફાઇ દ્વારા સૂકો કચરો એકઠો કરાઇ તેનો યોગ્ય ઢબે નિકાલ કરાયો હતો. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શેરી, મહોલ્લા, ગામ, શહેર શાળા, કોલેજ, બગીચા, તળાવ, રસ્તા, સરકારી કચેરીઓ, જાહેર સ્થળોએ જનભાગીદારીમાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ થકી સુરતને સ્વચ્છ અને સુંદર બનાવાઇ રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500