Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધોરણ 12 સાયન્સનું પરિણામ, રાજ્યમાં 36 પરીક્ષા કેન્દ્રોમાં સૌથી વધુ A-1 ગ્રેડમાં સુરતના વિદ્યાથીઓ મેદાન મારી ગયા

  • May 02, 2023 

ધોરણ 12 સાયન્સનું આજે પરિણામ જાહેર થતાં સુરત જિલ્લાનું 71.15 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં A-1 ગ્રેડમાં સૌથી વધુ સુરતના 16 વિદ્યાર્થીઓ સાથે એકવાર ફરી સુરતનો રાજ્યમાં ડંકો વાગ્યો છે.



રાજય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતાં સુરત જિલ્લામાંથી પરીક્ષા આપવા નોંધાયેલાં કુલ 14943 વિદ્યાર્થીઓમાંથી 14931 એ પરિક્ષા આપી હતી અને આજે પરિણામ જાહેર થતાં સુરત કેન્દ્રનું 71.15 ટકા પરિણામ આવ્યું છે. સાથે  A-1 ગ્રેડમાં સૌથી વધુ 16 વિદ્યાથીઓ સુરતના આવ્યા છે. આ પરિણામ સાથે જ રાજ્યમાં 36 પરીક્ષા કેન્દ્રોમાં સૌથી વધુ  A-1 ગ્રેડમાં સુરતના વિદ્યાથીઓ મેદાન મારી ગયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News