તાપી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર તથા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર માટેની તકેદારી સમિતીની બેઠક કલેક્ટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં મળી હતી.
બેઠકમાં વ્યાજબી ભાવની દુકાન પર આધારિત વિતરણ વ્યવસ્થામાં ઓફલાઈન ટ્રાન્જેક્શન, સાયલેન્ટ રેશનકાર્ડ/એફ્પીએસ, તાલુકાવાર દર માસે મોડલ એફ.પી.એસ બનાવવા બાબતે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
કલેકટરએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ નવેમ્બર માસ સુધી લોકોને મફત અનાજ આપવા અંગેની કામગીરી, વન રેશન વન નેશન યોજના હેઠળ સ્થળાંતર કરેલ કામદારોને યોગ્ય જગ્યાએથી પુરતો અનાજનો જથ્થો મળવવામાં કોઇ મુશ્કેલી ન આવે તે અંગેની કામગીરીની સમિક્ષા કરી સબંધિત અધિકારીઓને યોગ્ય સુચના આપી હતી. આ ઉપરાંત ૬ માસથી વધુ સમયથી અનાજ લેવા ન આવેલ લાભાર્થીઓને તે અંગેના કારણ જાણી યોગ્ય કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના આપી લોકોને સમયસર અનાજ મળી રહે તે માટે પુરતી તકેદારી રાખી સુચારૂ કામગીરી કરવા જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500