Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાશ્મીર ખીણમાં આવતીકાલથી 40 દિવસનો ચિલ્લાઇ કલાનનો સમયગાળો શરૂ

  • December 21, 2023 

કાશ્મીર ખીણમાં આવતીકાલથી 40 દિવસનો ચિલ્લાઇ કલાનનો સમયગાળો શરૂ થઇ રહ્યો છે. જે તારીખ 31 જાન્યુઆરીએ સમાપ્ત થશે. જોકે ચિલ્લાઇ કલાન શરૂ થાય પહેલા જ કાશ્મીર ખીણના મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના ઉનાળા માટેનું પાટનગર શ્રીનગરમાં આજે લઘુતમ તાપમાન માઇનસ 4.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. એક દિવસ પહેલા લઘુતમ તાપમાન માઇનસ 3.7 ડિગ્રી સેલ્સિયસ હતું. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલ પહેલગામમાં લઘુતમ તાપમાન માઇનસ 6.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પહલગામ અમરનાથ યાત્રા બેઝ કેમ્પ પૈકીનું એક છે. જયારે તારીખ 31 જાન્યુઆરીએ 40 દિવસની ચિલ્લાઇ કલાન પૂર્ણ થશે.



ત્યારબાદ 20 દિવસની ચિલ્લાઇ ખુર્દ શરૂ થશે અને ત્યારબાદ 10 દિવસની ચિલ્લાઇ બચ્ચા શરૂ થશે. રાજસ્થાનમાં પણ અસહ્ય ઠંડી પડી રહી છે. રાજસ્થાનમાં સૌથી ઓછું તાપમાન 1.3 ડિગ્રી સેલ્સિયસ સિકરના ફતેહપુરમાં નોંધવામાં આવ્યું હતું. ચુરુમાં 3.5 ડિગ્રી સેલ્સિયસ, અલવરમાં 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. દિલ્હીમાં લઘુતમ તાપમાન ઘટીને 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે સામાન્ય કરતા બે ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. દિલ્હીમાં આજે એર કવાલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) 270 રહ્યો હતો. ઓડિશાના 14 વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી કે તેનાથી ઓછું નોંધવામાં આવ્યું હતું. કંધમાલના જી ઉદયગિરીમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application