Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા

  • November 12, 2021 

ચીખલી પોલીસે બામણવેલ ગામેથી ચકલી પોપટનો જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરીએ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચીખલીના બામણવેલ ગામે બાવી ફળીયામાં ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું કરી ચકલી પોપટનો હાર જીતનો જુગાર રમતા સુરેશ અમ્રત પટેલ, મનુ અમ્રત પટેલ (બંને રહે.વાંદરવેલા દાદરી ફળીયું તા.ચીખલી) અને ધર્મેશ બચુ પટેલ (રહે.બામણવેલ બાવી ફળીયા તા.ચીખલી) એમ ત્રણ જેટલા શખ્સોને પોલીસે ઝડપી પાડી રોકડા રૂપિયા, દાવ પરના રૂપિયા, અને 2 નંગ મોબાઈલ સહિત રૂપિયા 4210/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application