ઝઘડિયા તાલુકાના ખરચી ગામના યુવકે તેને માર માર્યો હોવા બાબતે ત્રણ ઈસમો સામે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. મળતી માહિતી મુજબ, તારીખ ૨૩ નારોજ રાતના ખરચી ગામનો જીગ્નેશ ભાવસંગ પરમાર મિત્રો સાથે રામજી મંદિરે બેઠો હતો. તે દરમિયાન જગદીશ, મહેશ અને સુરેશ ત્યાં આવ્યા હતા અને સુરેશે તેને પકડી રાખ્યો હતો અને જગદીશ તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.
તે સમયે જીગ્નેશનો મિત્ર પ્રિતમ તેને છોડાવવા વચ્ચે પડતા જગદીશે પ્રિતમને ખભાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ઝઘડો થવાના કારણમાં જણાવાયું હતું કે થોડા દિવસ અગાઉ જીગ્નેશ તેના મિત્રના લગ્ન પ્રસંગના પીઠીના કાર્યક્રમની તૈયારી માટે ગયો હતો ત્યારે તેને રસ્તામાં રોકીને, ‘તું મારી છોકરીને મળવા આવ્યો છે’ એમ કહીને તેને તમાચા મારી દીધા હતા. આ બાબતે જીગ્નશે ઉપરોક્ત ત્રણેય ઈસમો સામે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ સામા પક્ષે પણ યુવક વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application