ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી તરફથી પ્રતિ વર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે તે નિમિત્તે તાપી જિલ્લામાં પણ ટ્રાફિકના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવા તથા જનજાગૃતિ લાવવા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત તાજેતરમાં આઈ.ટી.આઈ ઉચ્છલ અને વાલોડ ખાતે આર.ટી.ઓ કચેરીના અધિકારીશ્રી, પોલીસ વિભાગ તેમજ આઈ.ટી.આઈ સ્ટાફ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયસન્સની કામગીરી માટે આવતા અરજદારોમાં માર્ગ સલામતી બાબતે જાગૃતતા કેળવાય એ માટે મોટર વાહન અધિનિયમ, ડ્રાઈવીંગ લાયસન્સના નિયમો બાબતે તાલીમ આપવામાં આવી હતી.
વાહન ચાલકો અને સામાન્ય લોકોને ટ્રાફિકના નિયમો વિશે પણ માહિતગાર કરવાનો છે જેથી વાહન ચાલકો વાહન ચલાવતી વખતે નિયમોનું ચૂસ્તપણે પાલન કરે જેથી અકસ્માત જેવી સ્થિતિ ન સર્જાય, લોકોને પણ આ વિશે સમજણ પૂરી પાડવામાં આવશે જેથી તેઓ પણ અકસ્માતથી બચી શકે. સાથે જો અકસ્માત સર્જાય તો ઘાયલ થયેલ વ્યક્તિને કઈ રીતે પ્રાથમિક સારવાર પૂરી પાડવી તે માટે First Aid Training Programe નું પણ આયોજન કરવામાં આવેલ છે. વધુમાં રોંગ સાઈડ ડ્રાઈવીંગ, ઝડપી ડ્રાઈવિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું વાહન ચાલક માટે કેટલું ભારે પડી શકે છે તે માટે પણ માહિતગાર કરી તેમણે નિયમોનું પાલન કરવા માટે સમજણ પૂરી પાડવામાં આવી હતી.
વધુમાં ડ્રીંક કરીને ડ્રાઈવ ન કરવા તથા ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવો તથા રોડ પરના વિવિધ સાઈન બોર્ડ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે. જેથી આજનો યુવાન, નાગરિકો સમાજના હિત સાથે પોતાની તથા લોકોની સુરક્ષા માટે નીતિ-નિયમોનું પાલન કરી સમાજ માટે પોતાની ફરજ નિભાવી શકે તથા તેમનામાં રોડ સેફ્ટી વિશે જાગૃતિ આવે તે હેતુથી આ ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500