વ્યારાના પાનવાડી પાસે એક દારૂ ભરી લઈ જતી કારને અકસ્માત સર્જાયો હતો. જોકે કારમાં સવાર બુટલેગરો પોલીસના હાથે લાગ્યા નથી. કારમાં રહેલ દારૂ લેવા માટે રસ્તા ઉપર ભારે પડાપડી થતા દારૂબંધીના લીરેલીરા ઉડ્યા હતા. લોકો ખભે અને હાથમાં જેટલી દારૂની બોટલો આવી એ લઈ ભાગ્યા હતા.
વ્યારાના પાનવાડી પાસે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સામે તા.૧૦મી ફેબ્રુઆરીની રાત્રે એક દારૂ ભરેલી કારને અકસ્માત નડતાં સ્થાનિક લોકોએ દારૂની લુંટ ચલાવવા માટે રીતસરની પડાપડી કરી હતી. લોકોના હાથમાં જેટલી બોટલો આવી એ લઈ ભાગ્યા હતા. થોડીવાર માટે તો રસ્તા પર એવાં દૃશ્યો સર્જાયાં હતાં કે જાણે કારમાંથી કોણ વધુ દારૂની બોટલ લઈ જાય એની હરીફાઈ ચાલી રહી હોય.
વ્યારાના પાનવાડી પાસે એક દારૂ ભરી લઇ જતી લાલ કલરની કિયા સેલટોસ કાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સામે એક ખાડામાં ઉતરી ગઈ હતી. આ કારમાં ઈંગ્લીશદારૂનો જથ્થો ભરેલો હોવાની સ્થાનિક લોકોને જાણ થતાં લોકોએ અકસ્માતની ઘટનામાં પણ અવસર શોધી લીધો હતો અને દારૂની બોટલો લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. દારૂની બોટલો લેવા માટે જાણે લોકો વચ્ચે હરીફાઈ જામી હોય એ રીતે કોઈ પાંચ તો કોઈ આઠ-દસ બોટલો લઈને જતા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે દારૂ લઈ જવામાં મહિલાઓ પણ પાછળ રહી ન હતી.
જોકે મોડેમોડે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને દારૂની ૧૦૫૨ બાટલીઓ જ મળી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી, પરંતુ પોલીસ પહોંચે એ પહેલાં જ કારમાં રહેલો દારૂનો મોટાભાગનો જથ્થો લોકો ઉઠાવી ગયા હતા.જોકે પોલીસને ઘટના સ્થળ પર કારમાંથી ઈંગ્લીશદારૂની કુલ ૧૦૫૨ બાટલીઓ જેની કુલ કિંમત રૂપિયા ૯૨,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તેમજ કિયા સેલટોસ કારની કિંમત રૂપિયા ૫,૫૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૬,૪૨,૮૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કઇંક તો ગડબડ થઇ છે, અકસ્માત સમયે સેલટોસ કાર મહારાષ્ટ્ર પાર્સીંગ જયારે વ્યારા પોલીસની તપાસમાં ગુજરાત પાર્સીંગ !!
વ્યારા પોલીસના જણાવ્યા અનુસાર એએસઆઈ અને હેડકોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમીના આધારે સરૈયા ગામના ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ભેંસકાતરી તરફથી એક ફોર વ્હીલ ગાડી પુર ઝડપે આવતી હોય, તેને ઉભી રાખવા ઇસારો કરેલ પરંતુ કારના ચાલક પોતાની કબજાની કાર વ્યારા તરફ હંકારી લઇ ભાગ્યો હતો, બાતમી વર્ણનવાળી લાલ કલરની કિયા સેલટોસ ફોર વ્હીલ નંબર પ્લેટ વગરની હોય, ગાડીનો પીછો કરતા ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી (કાર) કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સામે આવી રોડની સાઈડમાં ખાડામાં ગાડી (કાર) ઉતારી અંધારાનો લાભ લઇ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ગાડીની આગળ પાછળ જોતા નંબર નંબર પ્લેટ લગાવેલ ન હતી. ગાડીમાં તપાસ કરતા ઈંગ્લીશદારૂની કુલ ૧૦૫૨ બાટલીઓ મળી આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500