Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમેદવારો હવે ચૂંટણી ખર્ચ માટે ઓનલાઇન ક્રાઉડફંડિંગ તરફ વળ્યા . .

  • November 18, 2022 

મની પાવર વિના ચૂંટણી જીતવીએ લોઢાના ચણા ચાવવા કરતાં વધુ મુશ્કેલ માનવામાં આવે છે.વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પ્રચાર માટે 57 લાખથી 1 કરોડ રૂપિયા ખર્ચે છે. આ વધતા ખર્ચને પહોંચી વળવા માટે, કેટલાક ઉમેદવારો હવે ઑનલાઇન ક્રાઉડફંડિંગનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. થોડાં વર્ષો પહેલાં ચૂંટણી વખતે પૈસાની તંગી લાગતા ઉમેદવારો પોતપોતાના વિધાનસભા મતવિસ્તારમાં પૈસા ભેગા કરવા નીકળી પડતા હતા.



જો કે આજના સમય પ્રમાણે ફાળો એકત્રિત કરવાની રીત પણ બદલાઈ ગઈ છે. ઘણા ઉમેદવારો હવે ઓનલાઈન ક્રાઉડફંડિંગ પસંદ કરી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન,દેશભરમાંથી કુલ 50 ઉમેદવારોએ ઓનલાઇન ક્રાઉડફંડિંગની મદદ લીધી હતી.


ક્રાઉડફંડિંગ વેબસાઈટના સૂત્રોના જણાવ્યા અનુસાર,તેઓ ખાસ ધ્યાન રાખે છે કે કોઈ ઉમેદવારને એક જ વ્યક્તિ તરફથી 10 લાખ રૂપિયા કે તેથી વધુનું ફંડ આપવામાં ન આવે. આવા ભંડોળ પ્રદાતાની ઓળખ પણ મેળવવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે માત્ર વડગામના કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ ઓનલાઈન ક્રાઉડફંડિંગનો આશરો લીધો છે. વડગામથી ચૂંટણી લડી રહેલા મેવાણીએ ગુરુવાર સાંજ સુધી બે લાખથી વધુ રૂપિયા જમા કરાવ્યા છે. જેમાં મહત્તમ દાન 49 હજાર રૂપિયા છે. નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અપક્ષો અને અન્ય કેટલાક પક્ષોના ઉમેદવારો ઓનલાઈન ક્રાઉડફંડિંગમાં સામેલ થવાની સંભાવના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News