કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે સીબીએસઈ ની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ટાળવા માટે માંગણી થઈ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આ મામલે શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક' અને શિક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠક બાદ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે સીબીએસઈ બોર્ડની 10મા ધોરણની પરીક્ષા રદ્દ કરવાની જ્યારે 12મા ધોરણની પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
બોર્ડ પરીક્ષાઓને લઈને બુધવારે, 14 એપ્રિલ શિક્ષણ મંત્રાલય તેમજ સીબીએસઈના અધિકારીઓની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોના મહામારીથી પેદા થયેલી હાલની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે.
પહેલીવાર આવું થઈ રહ્યું છે કે, સીબીએસઈએ 10 ધોરણની પરીક્ષા કેન્સલ કરી છે. હવે સવાલ એ છે કે, આવામાં સ્ટુડન્ટ્સનુ રિઝલ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવશે. પીએમ મોદીની બેઠકમાં આ વિષય પર પણ ચર્ચા થઈ હતી. ત્યારે સરકાર આ પરિણામ પર પહોંચી છે કે, તેના માટે સીબીએસઈ માપદંડ બનાવશે. તેના આધાર પર આ વર્ષે સીબીએસઈનું ધોરણ 10નું રિઝલ્ટ બનાવવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500