Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહાદેવ બેટિંગ કેસ મામલે CBIએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલના નિવાસસ્થાન સહિત 20 સ્થળે દરોડા પાડ્યા

  • March 26, 2025 

મહાદેવ બેટિંગ એક કેસ મામલે CBIએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલના નિવાસસ્થાન સહિત 20 સ્થળે દરોડા પાડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. બીજીતરફ બધેલના નિવાસસ્થાન બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થઈ સૂત્રોચ્ચા કરી રહીય છે, તો પોલીસે સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભિલાઈમાં પણ હોબાળો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યાં એક મહિલા ધારાસભ્યએ CBIનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં કાર્યકર્તાઓએ બધેલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હોવાની પણ માહિતી સામે આવી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ CBIની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. બીજતરફ કાર્યકર્તાઓ આક્રમક બનતા બધેલના ઘર બહાર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.


બધેલના ઘર બહાર અનેક કાર્યકર્તાઓ એકઠા થઈ સૂત્રોચ્ચાર કરતા પોલીસે પણ સામે કાર્યવાહી કરી તમામને તગેડી મૂક્યા છે. કોંગ્રેસ સમર્થકો સીબીઆઈના દરોડાના વિરોધમાં વધુ આક્રમક બનતા હોય તેમ સમગ્ર રાજ્યમાં અસર જોવા મળી રહી છે. મળતા અહેવાલો મુજબ કોંગ્રેસના નેતા રાયપુર સ્થિત નિવાસસ્થાને ધરણાં પર બેસી ગયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક સ્થળે કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરોધ દર્શાવી રહ્યા છે. સીબીઆઈની ટીમે પૂર્વ મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ભિલાઈ-3 પદુમ નગરમાં, ધારાસભ્ય દેવેન્દ્ર યાદવનું નિવાસ્થાન સેક્ટર-5માં, IPS અભિષેક પલ્લવના નિવાસસ્થાન સેક્ટર-9 અને તે વખતે મહાદેવ સટ્ટા એપ ચલાવનાર સિપાહી નકુલ અને સહદેવના નિવાસસ્થાન નેહરુનગર પર દરોડો પાડી દસ્તાવેજોની તપાસ કરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application