સીબીઆઈએ ભારતીય માનક બ્યુરો (BIS)ના જોઈન્ટ ડિરેક્ટરને 70,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા છે. આ કાર્યવાહીમાં ખાનગી કંપનીના પ્રતિનિધિની પણ અટકાયત કરાઈ છે. આ ઉપરાંત કંપીના ક્વોલિટી ઈન્ચાર્જ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈએ હૈદરાબાદમાં જાળ બિછાવીને બંનેને પકડી લીધા હતા. સીબીઆઈને માહિતી મળી હતી કે, BISના જોઈન્ટ ડાયરેક્ટર વિજયવાડા (આંધ્રપ્રદેશ) એક ખાનગી કંપની પાસેથી લાંચ માંગી રહ્યા હતા. બેંગલુરુ સ્થિત કંપની 12,500 ગેસ સિલિન્ડર બનાવવા માટે BIS પાસેથી મંજૂરી મેળવવા માંગતી હતી.
જોકે તે માટે તેમણે લાંચ માંગી હતી. વાસ્તવમાં સીબીઆઈ 30 માર્ચ 2025 નારોજ છટકું ગોઠવ્યું અને ડીલ દરમિયાન જોઈન્ટ ડાયરેક્ટરને લાંચ લેતા પકડી લીધા છે. તેમની પાસેથી 70,000 રૂપિયા મળી આવ્યા છે. તેમણે ખાનગી કંપની પાસેથી મંજૂરી આપવા માટે લાંચ માંગી હતી. આ ઘટના બાદ સીબીઆઈએ હૈદરાબાદ અને વિજયવાળામાં આરોપીના ઘરે દરોડો પાડ્યો છે, જ્યાંથી અનેક મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. તપાસ બાદ અન્ય શંકાસ્પદ વ્યવહારો અને ભ્રષ્ટાચારના કેસ બહાર આવવાની સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500