Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત અને શ્રીલંકા બંને દેશો વચ્ચે ભારતનાં રૂપિયામાં વ્યાપાર અને વ્યવહાર થશે

  • March 07, 2023 

રાજ્ય અને અર્થતંત્રની અભૂતપૂર્વ કટોકટી અનુભવી રહેલા શ્રીલંકાને અઢળક સહાય આપી ભારતે બેઠું કર્યા પછી ભારત અને શ્રીલંકા ટોચના પદધારી અને અધિકારીઓ બંને દેશો વચ્ચે ભારતનાં રૂપિયામાં વ્યાપાર અને વ્યવહાર હાથ ધરવા વિચારી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અને શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કના ટોચના અધિકારીઓ તે અંગેની વ્યવસ્થા ગોઠવવા મંત્રણાઓ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આને લીધે શ્રીલંકામાં ભારતનાં રોકાણો સરળ બનશે અને બંને વચ્ચેની ભાગીદારી મજબૂત તથા નિકટવર્તી બની રહેશે. તેમ શ્રીલંકા સ્થિત ભારતીય ઊગ્માયુક્તે (હાઈકમિશ્નરે) ગુરૂવારે જણાવ્યું હતુ.







આ દ્રષ્ટિએ ભારતમાં હાઈકમિશને ગુરૂવારે એક પરિસંવાદ પણ યોજાયો હતો. ભારતમાં હાઈકમિશને વધુમાં જણાવ્યું હતું કે, આ માટેની ગતિવિધિ નિશ્ચિત કરવા શ્રીલંકાની સેન્ટ્રલ બેન્ક અને ભારતીય રિઝર્વ બેન્કના પ્રતિનિધિઓ તો મળશે જ પરંતુ તેમની સાથે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા અને ઈન્ડીયન બેન્કના અધિકારીઓ પણ રહેશે. વાસ્તવમાં 2022નાં અંત ભાગમાં જ આ મંત્રણાઓ શરૂ થઈ હતી પરંતુ હવે તે તેના આખરી તબક્કામાં પહોંચી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application