Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લાખોના બિલોની મંજુરી કરવા માટે લાંચ લેનાર અઠવા ઝોનના બંને જુનિયર ઈજનેર રિમાન્ડ પર

  • November 04, 2023 

સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ-નિભાવના ઈજારેદાર પાસેથી 20.36 લાખના બિલોની મંજુરી પેટે રૂપિયા 40 હજારની લાંચના છટકામાં ઝડપાયેલા સુરત મહાનગર પાલિકાનાં અઠવા ઝોનના આરોપી જુનિયર ઈજનેર પરેશ પટેલ તથા ડેનિસ બારડોલીયાને ત્રણ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતાં કોર્ટે બંને આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત મહાનગર પાલિકાના અઠવા ઝોન ઓફીસના લાઈટ વિભાગના ઈલેકટ્રીક જુનિયર એન્જિનિયર પરેશ પટેલ તથા મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ ડેનિસ બારડોલીયાએ સ્ટ્રીટ લાઈટના મરમ્મત તથા નિભાવનો ઈજારેદારના 20.36 લાખના બિલોના વ્યવહાર પેટે એક ટકા લેખે રૂપિયા 20 હજાર મળીને 40 હજારની લાંચ માંગી હતી.



બનાવ અંગે એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં બંને આરોપીઓ રંગે હાથે લાંચ લેતા ઝડપાઈ જતાં આરોપીઓની એસીબીએ ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા. જે રિમાન્ડ અરજીની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે જણાવ્યું હતું કે, ફરિયાદી દ્વારા લાંચના છટકા અગાઉ લાંચની લેતી દેતી અંગે વોઈસ રેકોર્ડીંગ કર્યું હોઈ પ્રથમ દર્શનીય કેસ છે. આરોપીઓએ આ અગાઉ આવા અન્ય કોન્ટ્રાક્ટર પાસેથી બીલ બનાવવા માટે લાંચ પેટે નાણાં લીધા છે કે કેમ તેની તપાસ કરવાની છે. આરોપીઓએ લીધેલા લાંચના 40 હજાર કબ્જે કરવામાં આવ્યા છે. આરોપીઓ અન્ય કોઈ અધિકારી કે, કર્મચારીને કેટલી રકમનો હિસ્સો આપવાનો છે કે કેમ તેની તપાસ કરવાની છે. આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલા સ્વીકારેલી લાંચની રકમ અંગે કોઈ સ્પષ્ટતા કરતા ન હોઈ વધુ તપાસ હાથ ધરવાની જરૂર છે. જેને કોર્ટે માન્ય રાખી બંને આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application