બુટલેગરોમાં જાણે પોલીસનો ડર રહ્યો જ ના હોય તેમ જાહેરમાં કેક કાપી કોવિડ નિયમોના ધજાગરા ઉડાડતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જોકે પોલીસે કાર્યવાહીએ પણ કરી છે તેમ છતાં બુટલેગરો સુધારવાનું નામ નથી લેતા. આવો જ એક કિસ્સો તાપી જિલ્લામાં સામે આવ્યો છે. વ્યારા નગરમાં રહેતા બુટલેગરે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી 80 થી 90 લોકોને ભેગા કર્યા હતા. જે વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે કોવિડ નિયમોના ઉલ્લંઘન કરવા બદલ બુટલેગર વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા નગરમાં રહેતા લિસ્ટેડ બુટલેગર રાકેશભાઈ અમરસિંગ ચૌધરી (રહે.વૃદાવાડી જલારામ સવિસ સ્ટેશન પાસે તા.વ્યારા) નાએ ગતરોજ તા.13/07/2021ના મોડી રાત્રીએ 10.15 વાગ્યે બુટલેગરે પોતાનો જન્મદિવસ આશરે 80 થી 90 લોકોને ભેગા કરી મનાવ્યો હતો. પોતાના વિસ્તાર વૃંદાવાડી ખાતે જાહેરમાં આતીશબાજી અને ફટાકડા ફોડી બુટલેગર રાકેશભાઈ અમરસિંગ ચૌધરીએ નિયમોના ઉડાવ્યા ધજાગરા, સોશિયલ મીડિયામાં વિડીઓ વાયરલ થતા પોલીસે બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application