બોલીવૂડ અભિનેતા વિકી કૌશલ સ્ટાર ફિલ્મ 'સૈમ બહાદુર' ઘણા સમયથી ચર્ચામાં હતી. ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકોના ઉત્સાહને બમણો કરવા માટે મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મના ટીઝરને જેને જોયા બાદ આ ફિલ્મ માટે ચાહકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ હતી. 'સામ બહાદુર'નું ટીઝર સામે આવ્યા બાદ હવે તેની ચર્ચા દરેક જગ્યાએ જોરશોરથી થઈ રહી છે. 'સામ બહાદુર'ના નિર્માતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, 'સામ બહાદુર'નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવશે.
તેના આધારે આજે નિર્માતાઓએ વિકી કૌશલની આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. વિકી કૌશલ ભારતીય સેનાના ફિલ્ડ માર્શલના રોલમાં શાનદાર લાગી રહ્યો છે. ફિલ્મ 'ઉરી' પછી આર્મી યુનિફોર્મમાં વિકીનો લુક ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. આ ટીઝરમાં વિકી ઉપરાંત 'દંગલ' ફિલ્મની અભિનેત્રી સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સેન શેખ પણ જોવા મળી રહી છે.ટીઝરમાં ફાતિમા સના શેખની એક નાની ઝલક પણ જોવા મળી હતી, જે ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. 'સામ બહાદુર'ના આ ટીઝરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
સૈમ બહાદુરની શક્તિશાળી ડાયલોગ ડિલિવરીથી લઈને તેના શાનદાર અભિનય સુધી, ટીઝરમાં બધું જ વખાણવાલાયક છે. 'સામ બહાદુર'ના ટીઝરની ખાસ વાત એ છે કે તેમાં દેશભક્તિથી ભરપૂર ડાયલોગ્સ છે. ટીઝર રિલીઝ થયા બાદ હવે દરેક લોકો વિકી કૌશલની 'સામ બહાદુર'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ડિરેક્ટર મેઘના ગુલઝારની આ ફિલ્મ તારીખ 1 ડિસેમ્બર 2023ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં સૈમ બહાદુરની સ્ટોરી 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની છે. આ યુદ્ધ દરમિયાન ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ સૈમ માણેકશાનું બહુ મોટું યોગદાન હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500