Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય સિનેમામાં બોલિવુડનો હિસ્સો ઘટીને 51 ટકા થઈ ગયો, 2019માં આ હિસ્સો 75 ટકા જેટલો હતો

  • December 31, 2022 

ભારતમાં સિનેમા એટલે બોલીવૂડ એવું સમીકરણ ઊંધું ચતું થઈ ગયું છે. ૨૦૧૯માં ભારતમાં કુલ બોક્સ ઓફિસ કલેક્શનમાં ૭૫ ટકા કલેક્શન બોલીવૂડ ફિલ્મોથી મળ્યું હતું. પરંતુ, ૨૦૨૨માં આ હિસ્સો ઘટીને ૫૧ ટકા જેટલો જ રહ્યો છે. મતલબ કે ભારતમાં હવે BRAHMASTRA બોક્સ ઓફિસ પર કુલ જેટલી ટિકિટસ વેચાય છે તેમાં બોલીવૂડનો ફાળો અડધોઅડધ જ રહ્યો છે. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર બોલીવૂડના હિસ્સામાં ૨૦ ટકાનું ગાબડું પડ્યું છે. પડેલો પાછલાં વર્ષોમાં બોલીવૂડને આ સૌથી મોટો ફટકો છે.


આમીર, રણવીર કે અક્ષય કુમાર જેવા સ્ટાર્સ પણ બોલીવૂડની કોઈ મદદ કરી શક્યા નથી. બોલીવૂડમાં ફિલ્મોની વાર્તા કથનની શૈલી જૂની પુરાણી થઈ ગઈ છે. એક મોટો વર્ગ ઓટીટી પર વળી ચૂક્યો છે. ડબિંગ ઈન્ડસ્ટ્રી ખીલી ચુકી હોવાથી હવે હોલીવૂડ ફિલ્મો પણ હિંદીમાં તથા પ્રાદેશિક ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. બોલીવૂડમાં આ વખતે બ્રહ્માસ્ત્ર સૌથી વધુ ૨૫૭ કરોડ કમાઈ છે. ૨૦૦ કરોડથી વધુ કમાનારી અન્ય બે ફિલ્મોમાં ધી કાશ્મીર ફાઈલ્સ તથા દૃશ્યમ ટૂ જ છે. બીજી તરફ કેજીએફ ચેપ્ટર ટૂ એ ૪૩૪ કરોડનું અને આરઆરઆરએ ૨૭૪ કરોડનું કલેકશન કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application