રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ 22મીના રોજ થી એટલે કે આવતી કાલથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના કલરવથી ગુંજી ઉઠશે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ-1 થી 5નાં ઓફલાઇન વર્ગોને લઇને મોટી જાહેરાત કરી છે. જેમાં આવતી કાલથી ધોરણ-1થી 5 સુધીના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ આપવાનું શરૂ થશે. અત્યાર સુધી ધોરણ-1થી 5 સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું.
પરંતુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ઓફલાઇન વર્ગો પણ શરૂ થશે અને આવતી કાલથી ધોરણ-1 થી 5ની સાથે ધોરણ-6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને રાજ્યભરની શાળાઓ-હાઈસ્કૂલોમાં પ્રત્યક્ષ-ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે. જેમાં જૂની કોરોનાની ગાઈડ લાઈન હતી તેમાં થોડી રાહત આપીને શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે. જોકે હજી સુધી બાલમંદિર અને નર્સરી માટે હજી કોઈ નિર્ણય કરાયો નથી. વાલીઓની સંમતિ સાથે આવતીકાલથી ધોરણ-1 થી 5નાં વર્ગો પણ શરૂ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application