વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલો એક આરોપી છેલ્લા ૧૫ વર્ષથી ફરાર હતો. તેને બિહારના નાલંદાથી ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડયો છે. આરોપી વરૂણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપુત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એકટના કેસમાં દોષિત હતો. તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજાઈ હતી. હાઈકોર્ટના આદેશથી તેને તારીખ ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૦ નારોજ ૭ દિવસની પેરોલ રજા મળી હતી.
આરોપીએ ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૦ નારોજ જેલમાં પરત ફરવાનું હતુ પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો હતો. આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મુળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે. જેથી પોલીસ મહાનિરિક્ષક અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરી હતી. જેમાં એસ.ઓ.જી. ભરૂચના એએસઆઈ જયેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, આરોપી બિહારના નાલંદામાં છે જેથી પોલીસે રીક્ષા ચાલકનો વેશ ધારણ કરી બે દિવસની સઘન તપાસ બાદ આરોપીને ઝડપી પાડયો હતો. આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મુળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application