ઝઘડીયા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી બાતમી મળી હતી જે મુજબ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના હેઠળ લાંબા સમયથી નાસતા-ફરતા આરોપી દિનેશ ઉર્ફે જીગો પાંચિયાભાઇ વસાવા (રહે.વાસણા તા.ઝઘડીયા)નાને ઝડપી લીધો હતો. જોકે આ આરોપી ભરુચ સબજેલમાં સન-2018માં કાચાકામના કેદી તરીકે જેલમાં હતો. તે દરમિયાન ગુજરાત હાઇકોર્ટના હુકમના આધારે તા.16/7/2020ના રોજ 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન ઉપર જેલ મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની મુદત પુરી થયા બાદ ભરૂચ સબ જેલમાં હાજર થયેલ ન હતો અને ફરાર થઇ ગયેલ હતો જેથી ઝઘડીયા પોલીસે મળેલ બાતમી મુજબ દિનેશ ઉર્ફે જીગો વસાવાને રવિવારના રોજ વાસણા ગામેથી ઝડપી લઇને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application