નેત્રંગ વન વિભાગે રમણપરા જંગલમાંથી કાપેલ આંબલીના ઝાડને લઈ જતા ટેમ્પાને કાંટીપાડા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી 4 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફોરેસ્ટ સેટલમેન્ટ વિલેજ રમણપરા બલદવાના રિઝર્વ જંગલ વિસ્તારના કમ્પાર્ટમેન્ટ નંબર 375/ 74માં એક કોતરમાંથી કુદરતી રીતે ઉગી નિકળેલ આમલીને ખેડૂત દ્વારા કપાવી લાકડાના વેપારીને વેચાણ આપી તેને ટેમ્પામાં ભરાવીને નેત્રંગ મોવી રોડ ઉપર કાંટીપાડા બસ સ્ટેન્ડ પાસે પહોંચતા તેને અટકાવી પરવાનગી અંગે પૂછતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી ટેમ્પોની અટક કરી નેત્રંગ લાકડા ફોરેસ્ટ ડેપો ખાતે લાવી જમા કર્યા હતા. જયારે લાકડાની ચોરીમાં ઝડપાયેલાઓમાં મેલા રામસિંગ વસાવા, સોમા બામણીયા વસાવા જલાવ લાકડાનો વેપારી તથા સુરેશ જીણા વસાવા જલાવ લાકડાનો વેપારી મહેશ સોમા વસાવા ટેમ્પો ચાલકના સામે કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application