ભરૂચ તાલુકામાં આવેલાં થામ ગામે બે પરિવાર વચ્ચે નજીવા બાબતે બોલાચાલી થતાં બંને પરિવાર વચ્ચે મારામારી થતાં ચારથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં થામ ગામે આહિર ફળિયામાં રહેતાં બળવંત મના આહિરે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમની ગાય-ભેંસોને ગામની સીમમાં ચરાવવા લઇ ગયાં હતાં.
જ્યાંથી પરત આવતાં સમયે ગામનાં કબ્રસ્તાન પાસે રોડની બંને સાઇડ વાહનો પાર્ક હતાં જેથી જતી સમયે તેમની એક ભેંસનું પુછડું બાઇકને અડી જતાં ગામના જ મુજફ્ફર યુનુસ ઉઘરાદાર અને ફારૂક અમીન દેરોલીયાએ બળવંતને અપશબ્દો ઉચ્ચારી તારી ભેંસનું ધ્યાન રાખ અમારી બાઇકને નુકશાન કરે છે, તેમ કહેતાં બળવંતે જણાવ્યું હતું કે, આ જાનવરો છે તેમને શું ખરબ પડે તેમ કહીં તે ઘરે જતાં રહ્યાં હતાં.
તે દરમિયાન ઘટનાનું ઉપરાણું લઇને આફતાબ સિરાજ દુધવાલા નવાબ અમીન ઉઘરાદારે તેના ઘરે આવી બળવંત તેમજ તેના મોટા મમ્મી જશીબેન તેમજ ભાનુબેન સહીતનાઓ પર હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.
જયારે ઘટનામાં સિરાજ અલ્લી સુલેમાન દુધવાલાએ ફરિયાદ નોંધાવી હતી કે, સાંજે તે ઘરે હતો ત્યારે તેને જાણ થઇ હતી કે, તેનો પુત્ર આફતાબ બાઇક લઇને આવતો હતો. ત્યારે ભરવાડના છોકરા સાથે તેને ઝડઘો થયો છે. જેથી તે ત્યાં જતાં મામલામાં સમાધાન થઇ ગયું હોઇ પરત ઘરે જતાં હતાં.
તે સમયે રાજૂ ભરવાડ તેમને મળતાં તેણે તારો છોકરો કેમ ઝઘડો કેમ કરે છે, તેમ કહીં તેમના પર હૂમલો કર્યો હતો. રાજૂનુ ઉપરાણું લઇને અંકુર રાજુ આહિર, બળવંત મના આહિર તેમજ યશ ધના આહિરે પણ તેને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે 8 જણા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500