Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરનાં પૂર્વ કલેક્ટર અને સનદી અધિકારી એસ.કે.લાંગા પાસેથી 11.64 કરોડની બેનામી મિલકતો મળી

  • July 05, 2024 

ગાંધીનગરનાં પૂર્વ કલેક્ટર અને સનદી અધિકારી એસ.કે.લાંગાની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે રૂપિયા 11.64 કરોડના અપ્રમાણસર મિલકતોના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અઢી મહિના પહેલા ACBએ લાંગા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધ્યો હતો. જેમાં તેણે પોતાના પુત્ર પરિક્ષીત ગઢવી સાથે મળીને મોટાપાયે ભ્રષ્ટ્રાચાર કરીને સાણંદની રાઇસ મિલ, બોપલમાં જમીન અને મકાનોમાં મોટાપાયે રોકાણ કર્યું હતું. અપ્રમાણસર મિલકત કેસન તપાસમાં લાંગાની રિમાન્ડ મેળવવા માટે આજે કોર્ટમાં રજૂ કરાશે.


ગાંધીનગરના તત્કાલિન કલેક્ટર એસ કે લાંગાએ ગાંધીનગરમાં એપ્રિલ 2008થી સપ્ટેમ્બર 2019 દરમિયાન પોતાના કાર્યકાળમાં હોદાનો દુરૂપયોગ કરીને મોટાપાયે ભ્રષ્ટ્રાચાર કર્યો હતો. જેમાં તેણે તેમના પુત્ર પરિક્ષીત ગઢવી સાથે મળીને ભ્રષ્ટ્રાચારના નાણાંનું સાણંદની રાઇસ મીલમાં, સાણંદમાં ફાર્મ હાઉસમાં અને બોપલમાં અનેક મિલકતોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. એસીબીને તપાસ દરમિયાન એસ.કે.લાંગા પાસેથી 11.64 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. જે અનુસંધાનમાં ગત તારીખ 19મી એપ્રિલનાં રોજ એ.સી.બી.એ ગુનો પણ નોંધ્યો હતો. જેના આધારે ગુરૂવારે એ.સી.બી.એ એસ કે લાંગાની સાબરમતી સેન્ટ્લ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. જેમાં આ કેસની પુછપરછ માટે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application