ઝીલ પટેલ/બારડોલી : બારડોલીની બી.એ.બી.એસ. હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં 2 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો પોઝિટિવ આવતા પ્રાથમિક વિભાગને તા.9મી જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. બારડોલી નગરની 2 શાળાઓમાં 2 શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ ફેલાય ગયો છે. બી.એ.બી.એસ. હાઈસ્કૂલના શિક્ષક અને શિક્ષિકા કોરોનાની ચપેટમાં આવી ગયા છે. શાળામાં પ્રાથમિક વિભાગમાં 2 શિક્ષકો અને 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા.જેથી તાત્કાલિક હરકતમાં આવી શાળાના સંચાલકોએ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને સોમવારે રજા આપી દેવામાં આવી હતી. વધુમાં પોઝિટિવ શિક્ષિકા સાથે સંપર્કમાં આવેલ અન્ય શિક્ષિકાઓનો રિપોર્ટ અર્બન હેલ્થ સેન્ટરમાં કરાવી ઘરે રવાના કરવામાં આવ્યા હતા. આગામી રવિવાર સુધી શાળાનો પ્રાથમિક વિભાગની રજા રહેશે. હાલ બારડોલીમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ચિંતા વધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application